Wednesday, January 22, 2014

Test and Check Diode Using Multimeter

હેતુ: Test and Check Diode Using Multimeter.
Material: Diode, Multimeter

Basic Idea: 
          Diode નુ નામ એની રચનાને આધારે પડેલ છે. Diode શબ્દ માં "Di" નો મતલબ બે થાય છે. આમ Diode એ Basically Two Terminal(છેડા) Device છે. Diode મુખ્યત્વે જર્મેનીયમ(Ge) અને સિલીકોન(Si) માંથી બનાવવામાં આવે છે. તેનો દેખાવ અને Circuit Symbol નીચેની આકૃતી મા દર્શાવેલ છે.


 P-regionને એનોડ અને N-region ને કેથોડ કેહવામા આવે છે.
                            સિમ્બોલની અંદર Arrow-Head Convention Currentના વહેવાની દિશા બતાવે છે વધુમાં જયારે Diode ને Forward-Bias મા જોડવામા આવે છે ત્યારે આ દિશા એ Hole ના વહેવાની દિશા છે.


Diode Testing:

          Diode ને ટેસ્ટ કરવા માટે આપણે “ડાયોડ ચેકરor ઓહમ મીટરor "મલ્ટીમીટર નાં ઓહમ મીટર સ્કેલ“ નો Use કરી શકીયે છીએ.    

     Diode ને ટેસ્ટ કરતી વખતે Diode નો કોઇ પણ એક છેડો Circuit માથી Disconnected હોવો જરુરી છે.કારણકે ઓહમ મીટરને તેનો પોતાનો DC Source હોય છે. જો Diode નો કોઇ પણ છેડો Disconnect હશે તોજ “ઓહમ મીટર Diode ને Forward  કે Reverse Bias મા કનેકટ કરી શકે અને જેતે Directionમા અવરોધ માપી શકે.
ડાયોડને “ઓહમ મીટર“ થી ચેક કરતાં પહેલા ઓહમ મીટરને R×100” ની Range મા ગોઠવો. 

 
હવે આક્રૃતીમા બતાવ્યા મુજબ એક Direction ની અંદર ઓહમ મીટરનુ Reading 100 Ohm કરતા ઓછુ હશે.
અને બીજી Direction માં ( જયારે Leads ને Reverse કરવામા આવે ) ડાયોડને કનેક્ટ કરો ત્યારે ઓહ્મ મીટર Reading 500 ohm કરતા વધારે હશે. 
અહી એ વાત નોધવા જેવી છેકે ડાયોડનુ Resistance શુ બતાવે છે એ મહત્વનુ નથી પણ ઓહ્મ મીટર તેનુ Reading Low/High બતાવે છે એ અગત્યનું છે કે જયારે આપણે Polarity Change કરીયે છીએ. 

·         
    ડાયોડ Working Condition માં છે કે નહી એ કઈ રીતે નક્કી કરશો? 
           1) ડાયોડ નો Minimum એક છેડો Circuit માથી Disconnect હોવો જરુરી છે. નહીતર ઓહ્મ મીટર કોઇ    પણ દિશામા Low Resistance બતાવશે.
    2) જો બન્ને વખત Resistance Reading High બતાવે તો ડાયોડ “Open” છે. 
    3) જો બન્ને વખત Resistance Reading Low બતાવે તો ડાયોડ”Short” થયેલ છે. 
             4) જો એક દિશામા Resistance Reading High બતાવે અને બીજી દિશામા Resistance Reading Low બતાવે તો અને તોજ Diode Good Conditionમા છે એવુ કહી શકાય.
·            Good Condition વાળા Diode ના અનોડ અને કેથોડ કઈ રીતે નક્કી કરશો?
-     Good Condition વાળા Diode નો એનોડ અને કેથોડ નક્કી કરવો એ સરળ Process છે.
-     જયારે આપણે Ohm Meter મા Reading મેળવીએ છીએ ત્યારે ઓહ્મ મીટરનાં Lead ની પોલરીટી કઇ છે તેના આધારે Diode નાં એનોડ અને કેથોડ નક્કી કરી શકાય છે.
-     જો ઓહ્મ મીટરનુ Reading Low Resistance(Needle Movement બતાવે એટલે કે Meter થોડો Resistance બતાવે)  બતાવે ત્યારે મીટર ની Positive Lead Diode ના જે છેડા જોડ કનેકટ કરેલી હોય તે એનોડ છેડો છે અને બીજો છેડો દેખેતી રીતે જ કેથોડ છે.
 




No comments:

Post a Comment